Tuesday, January 12, 2016

નાના નાના પતંગોની મોટ્ટી દુનિયા !

પતંગ ઉડાડવાથી મળતા નિર્દોષ આનંદને પામવા, પતંગબાજો અડધા ગ્રામથી પણ ઓછા વજનના અને અડધા ઈંચથી પણ નાના મતલબ કે પતંગિયા જેવા પતંગોથી માંડીને રાક્ષસી કદના સ્ટંટ કાઇટ્સ પણ ઉડાડી જાણે છે. આપણે ત્યાં મોટી ઢાલ જેવા પતંગનું જેટલું આકર્ષણ છે તેવું અને તેટલું જ આકર્ષણ નખ જેવડા નાનકડા પતંગનું પણ છે. આવા નાનકડા પતંગો અને નાનકડી ફીરકીઓની માગ પણ મોટા મોટા પતંગો અને મોટી મોટી ફીરકીઓના જેવી અને જેટલી
છે. લોકો નાનકડા પતંગોને ભેટ તરીકે આપે છે. નાનકડી ફીરકીઓનો કીચેન તરીકે ઉપયોગ કરે છે. પતંગપ્રેમીઓ ટચૂકડા પતંગોથી ઓફિસ, બેડરૂમ અને ડ્રોઇંગરૂમને પણ શણગારે છે. મોટા પતંગો જેવું જ, નાનું પણ નાના પતંગોનું પણ મોટું માર્કેટ છે.

No comments: