જૂના ઘરની ઓસરીએ, પેલ્લી કને, ભાએ એના બે હાથ કસકસીને પકડી રાખ્યા’તા. તે હાથ છોડાવવા એડીચૌટીનું જોર લગાવી, જોરજોરથી મમ્મી મમ્મી કરતી રોતી’તી. એને મમ્મી પાસે જવું’તું. લીમડાની લીલી સોટી સાટ સાટ કરતી તેના પગની પિંડીઓ પર પડી. સોળ ઊઠી આવ્યા. પણ તે રોતી બંધ ના થઈ, તે ના થઈ. હું તૈયાર થયો.
સંધ્યા વળી ગઈ’તી. સૂરજ ડૂબું ડૂબું. અંધારું થાય એ પહેલાં અમે ભાઈબહેન મોટા મોટા બાવળિયાઓના એક ઝુંડ નીચેથી સડસડાટ પસાર થઈ ગયાં. તળાવના થૂમડે જારનો ભારો ઉપાડી મમ્મીને આવતી જોઈ. ત્યાં ધરતી અને આભ એકબીજાને અડી ગયાં’તાં. અમે હરખાયાં.
બીજા દિવસે બપોરે, ખેરાલુના દવાખાનેથી, આંગણાના લીમડા નીચે એક જીપ આવી ઊભી. હું ઘરની બાજુની વાટમાં ઊજળી ઝીણી જેહુમાં પાટા પડે એમ ગાડી બનાવી રમતો’તો. જીપ આવતાંની સાથે હોબાળો વધ્યો. બૈરાં બધાં ઘરમાં છેડા વાળી રોવાં બેઠાં. પણ મેં રમવાનું ચાલુ રાખ્યું.મમ્મી કહેતી’તી ગીતા રાતે ગોળ ખાવા ઊઠી’તી. ગોળ ખાવો છે, ગોળ ખાવો છે એમ કરતી’તી. પછી એ ઊઠી જ નૈ. માતાજીના ઓંણમાં આવી ગઈ. ઓળ ભાગી ગઈ.
મારાથી બે વરસ નાની. ત્યારે હું પહેલાબીજામાં નિશાળે જતો હોઈશ. મારી સાથે આવવા એ જીદે ચડતી. પણ મને શરમ આવતી. હું સાથે ન લઈ જતો.
પરિવાર સાથે પડાવેલો એક ફોટો છે. એ ફોટામાં એ જેવી રૂપાળી દેખાય છે એવી જ હતી. ફોટો જોતાં એ સાંભરે. ઘણું યાદ કરું પણ આનાથી વધુ સાંભરતું નથી. એની સાથે જીવેલું આટલું યાદ.
વર્ષો પછી આજે સમજાય છે કે એ કુપોષણનો કોળિયો બનેલી.
પૂનમડી. ગીતાની બહેનપણી. ગોળમટોળ મોઢું. ગીતા પંદર દિવસ નાની, ને પૂનમ પંદર દિવસ મોટી. મેં એને નિશાળમાંથી મળેલા ખાદીના સફેદ શર્ટ અને બ્લૂ સ્કર્ટમાં જ જોયેલી. પહેલેથી સોળિયુંવાળું ઘર. છ બહેનો અને એક ભાઈ. તેમાં સૌથી નાની પૂનમડી. ગીતાને મર્યે, મહિનો સવા મહિનો થયો. એક દહાડો પૂનમડીના ઘરમાં બધાં બૈરાંએ છેડો તાણ્યો’તો. કહેતાં’તાં ગીતાબુન પૂનમડીને પણ લેઈ ગયાં.
કુપોષણનો બીજો કોળિયો.


6 comments:
અદભૂત શૈલીમાં લખાયેલો આ લેખ વાંચવો ખૂબ ગમ્યો.
ઘણી વખત જીવનનો સ્વાદ બેસ્વાદ લાગે છે અને ઘણી વખત જીવવામાં મિઠાસ વર્તાય
છે. કિકા સાકરી, કુપોષણના બે કોળીયા વિષયે તમારા નાભિનાદનું અનુસંધાન
મારા હદય સાથે સધાયું. ધરાઈને રોઈ લેવાથી દિ-વળતા હોત તો એમ કરત. પણ
ધ્રાસકો ખાવા શિવાય અમારી કને દિલાસો આપવા કંઈ નથી. જગતની સમસ્યાઓ વિશે
ખુબ વિચાર્યા પછી એક જ જવાબ મળે છે, આ માટલુ જગત-કર્તાના માથે જ ફોડીએ.
મારી તમારી વ્યથાના મુલ બાકી કોણ આંકશે?
ધન ધન કિકા તમને. દર્દીલા આસ્વાદની સાથે તમારી રમુજવૃતિનો પણ લોકને પરિચય
કરાવશો તો અમનેય કઠણાઈમાં જરી કળ વળશે.
hearty wel come dear KiKa. Bade Armaan se...
urvish kothari
www.urvishkothari-gujarati.blogspot.com
કુપોષણની વાતને સમર્થન આપવા અને શૈલીની રસક્રમતાને ખંડિત કર્યા વગર કથા સાથે કુપોષણ જેવી ભારેખમ સામાજિક વાત મૂકી આપી રચનાને લેખકે કાળપર્યન્ત બનાવી છે. જે આ કૃતિનું અસામાન્ય લક્ષણ છે. 'સ્મરણઆર્ત કરે સાદ ગીતા ને પૂનમડી કેરાં કરે સંવાદ.'
મેહુલ પનારા
Dear KiKa,
Fantastic,
Really good thoughts.
I wish your investigation will worth by abolition of trafficking in human beings.
We really don't need help from the experts to fight against such social crimes. We needs only to brush up our thoughts and if we really want to help the disables (needed) than give them knowledge (right way of earning) instead of money.
Because knowledge is proven as God and Money may be outflow to some wrong way.
Infect My dear friend you can also write with some of your expert research for “India will be big in crisis by wasting Golden futures(Child Labor)”. Because prosperity of future for every nation depends on Children and big number of Children is on road to fill up their empty belly and needs of family.
Apurva H Joshi
Compliments,dear Kirit,
All items made very appealing reading.
-Prakash
Post a Comment