· કે ભઈ, મહેશની બૈરી સોળસત્તર વરસની. તેનાથી રે’વાય નૈ. રાતે દવાખાને લઈ ગયા. છોકરું જન્મયું, પણ મરેલું. માથું જુઓ તો, પાણીનો પચપચો. શરીર જેવું ઝાઝું જણાય નૈ. પણ બળ્યું હું કહું, છોકરો હતો!
· ઠાકોર, બંધુવા મજૂર, બાળકોના ખાનગી દવાખાનામાં. પોતાના દીકરાના, પહેલા ખોળાના દીકરાને લઈને આવેલા. બાબાની પીડિયાટ્રિક ડૉક્ટર સારવાર કરે, ઠાકોર વાત કરે, કે ભઈ, છોકરી હોત તો આ દવાખાનાનો ઉંબરો ચડત નૈ.
· વૃદ્ધ થવાને બદલે ઘરડા થયેલા ઘઈડિયાઓએ એક દાખલો બેસાડ્યો છે, ઘણો પ્રચલિત, વારતહેવારે, ટાણેકટાણે યાદ થાય, યાદ આવે અથવા તો યાદ કરાય.કે ભઈ, દીકરીના છોકરાને કેડમાં તેડ્યું અને દીકરાના છોકરાની આંગળી ઝાલી. વાટમાં કૂતરું સામે મળ્યું. એટલે દીકરીનું છોકરું બોલ્યું. હૂડ દો મારી માને(દાદી) અને દીકરાનું છોકરું બોલ્યું. ખમ્મા! મારી માને(દાદી).તે ભઈ, છોકરીના છોકરાને નાખ્યું નીચે અને છોકરાના છોકરાને કેડમાં તેડ્યું.

No comments:
Post a Comment